માણસા નગરપાલિકામાં આપનું સ્વાગત છે
Manasa City Collage

માણસા શહેર ઝોન વિસ્તારના તમામ વેપારી ભાઈઓ તથા વ્યવસાય કરતી તમામ વ્યકિતઓને જણાવવામાં આવે છે ગુજરાત રાજ્ય વ્યવસાય,વ્યાપાર,ધંધા અને રોજગાર વેરા અધિનિયમ (સુધારા) ૨૦૦૮ અન્વયે શીડયુલ નં.૧ ની એન્ટ્રી નં ર થી કે ૧૦ માં નીચે જણાવેલ વ્યવસાયીઓને તા. ૩૧-૧૨-૧૪ સુધીમાં નીચે જણાવેલ દરે વ્યવસાય વેરો નગરપાલિકા,માણસાની ઓફીસમાં કામકાજના દિવસો દરમ્યાન વ્યવસાય વેરો ભરી જવા જાણ કરવામાં આવે છે.

ક્રમ વ્યક્તિઓ /વ્યવસાયિઓ વાર્ષિક દર રૂ.
૦૧ તમામ એડવોકેટ ,સોલીસીટર્સ, નોટરી, ડોક્ટર્સ, કન્સલ્ટન્ટ, આર્કિટેફ ,સી.એ, વિમા એજન્ટ,કોન્ટ્રાક્ટર,દલાલ, ટુર એન્ડ ટ્રાવેલ્સ, ઓપરેટર્સ એજન્સી, કેબલ ટી.વી ઓપરેટર , ટયુશન કલાસીસ, ટયુટોરીયલ ઇન્ટી, આંગડીયા,કુરીયર, હેલ્થ તથા રીક્રીએનશન કલબો, શેર દલાલો, ગુમાસ્તાઓ, ટ્રાન્સપોર્ટસ, નાણાંધીરધાર, વીડીયોપાર્લર, હોટલો, ગેસ્ટહાઉસ, તમામ નાના મોટા ધંધાદારીઓ વિ . ૧૦૦૦-૦૦
૦૨ તમામ પ્રાઇવેટ અને પબ્લીક લીમીટેડ કંપનીઓ, ફેક્ટરી માલિકો , ભાગીદારી પેઢીઓ તમામ બેન્કિંગ કંપનીઓ વિગેરે (સરકાર માન્ય હોય તેવી નોન ગ્રાન્ટેબલ સંસ્થાનઓ) ૧૦૦૦-૦૦
૦૩ ગુજરાત વેટ એકટ ૨૦૦૩ હેઠળ નોંધણીને પાત્ર થતા હોય તેવા તમામ ડીલરો કે જેઓનુ વાર્ષિક ટર્ન ઓવર રૂપિયા દસ લાખથી વધુ હોય . ૨૪૦૦-૦૦
૦૪ વ્યકિત કે વ્યવસાયીઓની એક કરતા વધુ બ્રાંચ હોય ત્યારે બ્રાંચ દીઠ ૧૦૦૦-૦૦

વ્યવસાયવેરાના દરો

અ - પગારદાર કર્મચારીઓ અથવા રોજમદારો.(માસિક રૂ.માં)

ક્રમ પગાર દર માસિક દર રૂ.
૧ ૦ થી ૫૯૯૯ સુધી શૂન્ય
૨ ૬૦૦૦ થી ૮૯૯૯ સુધી ૮૦-૦૦
૩ ૯૦૦૦ થી ૧૧૯૯૯ સુધી ૧૫૦-૦૦
૪ ૧૨૦૦૦ થી વધુ ૨૦૦-૦૦

નોંધ :-

  • નોંધણી અંગેના ફોર્મ વ્યક્તિ,વ્યક્તિના વર્ગ લાગુ પડતા દર વિગેરે માહિતી માટે નગરપાલિકા વ્યવસાયવેરા વિભાગમાંથી મળી રહેશે.
  • જ્યારે વ્યક્તિ,વ્યવસાયીઓ એક કરતા વધુ કેટેગરીમાં વેરો ભરવાને પાત્ર થતા હોય ત્યારે વેરાઓ સૌથી વધુ લાગુ પડતો દર ભરવાને પાત્ર થાય છે.
  • વ્યવસાયવેરો ભરવા માટે ચલણ પધ્ધતિ નાબુદ કરેલ છે.
  • વ્યવસાયવેરો રોકડેથી માણસા નગરપાલિકામાં ભરી શકાશે.
  • વ્યવસાયવેરા અંગે વધુ માહિતી માટે વ્યવસાય વેરા અધિકારી માણસા નગરપાલિકામાં સંપર્ક સાધવો.
  • તા. ૩૧-૧૨-૧૪ પછી વ્યવસાયવેરો ભરનાર ૧૮ વ્યાજ તથા ૧૦ દંડને પાત્ર બનશે.
  • દરેક જાતનો ધંધો કરતા વેપારીઓએ વ્યવસાય વેરાનો નંબર લેવો ફરજિયાત છે.
  • નગરપાલિકા તરફથી ચકાસણી કરવા માટે નગરપાલિકા અધિકારી આવે ત્યારે વ્યવસાય વેરો નંબર નહી લીધો હોય તો તેઓ પાસેથી દંડ સહીત વસુલાત કરવામાં આવશે.
  • જે વ્યવસાયીઓ પોતાની પેઢી બંધ કરે તેની જાણ અવશ્ય નગરપાલિકામાં વ્યવસાય વેરા વિભાગમાં કરવાની રહેશે.
  • જે વેપારી પેઢી તથા તમામ જાતના વ્યવસાય કરતાં ઇસમીએ, પોતાની પેઢીમાં નોકરીએ રાખેલ કર્મચારીનો માસિક પગાર રૂ. ૬૦૦૦/- ચુકવતા હોય તે કર્મચારીઓ વ્યવસાય વેરો ભરવા પાત્ર બને છે.
  • ઉપરોક્ત સુચનાઓનો અમલ દરેક વ્યવસાયીઓએ ફરજિયાત કરવાનો રહેશે..

Accessibility options

×
Bigger Text
Text Spacing
Line Height
Df Dyslexia Friendly
Hide Images
Light-Dark
Contrast
Reset All Settings