નોંધણી માટે ફી :
- જન્મ તથા મરણ નોંધ ૨૧ દિવસમાં કરાવવી પડે છે. ૨૧ દિવસ ઉપર પરંતુ ૩૦ દિવસની અંદર લેટ ફી રૂા.૨/- ભરવી પડે છે.
- ૩૦ દિવસ પછી પરંતુ ૧ વર્ષની અંદર નોંધણી લેટ ફી રૂા.૫/-
- ૧ વર્ષ બાદ નોંધણી માટે લેટ ફી રૂા.૧૦/-
- મુદતમાં નોંધ થયા બા પ્રથમ પ્રમાણપત્ર મફત આપવામાં વે છે.
- જન્મ નોંધમાં બાળકનું નામ ૧ વર્ષ સુધી મફત ખાવી શકાય છે. ત્યારબાદ ૧૫ વર્ષ સુધી લેટ ફી રૂા.૫/- ભરી લાવી શકાય છે.
- જન્મી નોંધમાં બળકનું તથા મરણ નોંધમાં મરનારનું નામ સુધારી શકાતું ની.
- જન્મ અથવા મરણની નોંધમાં નિયમ મુજબ થઈ શકતા સુધારા એક જ વખત થઈ શકે છે.
| જન્મ-મરણ અંગે નકલ મેળવવા બાબત | ||
|---|---|---|
| ૦૧ | અરજી કોને કરવી | રજીસ્ટ્રાર જન્મ-મરણ, માણસા નગરપાલિકા,માણસા. |
| ૦૨ | અરજી નિકાલનો સમય | --પ્રથમ વખત જન્મ કે મરણની નોંધણી વખતે તે જ સમયે વિનામુલ્યે નકલ આપવામાં આવશે. --જન્મ કે મરણની નકલ મેળવવા માટે ઓફીસ વર્કીંગના ૭ દિવસ બાદ આપવામાં આવશે. |
| ૦૩ | અરજદારે રજુ કરવાના કાગળો | --જન્મ કે મરણની નોંધણીનું ફોર્મ --જન્મ કે મરણની નકલનું ફોર્મ --પ્રથમ વખતે મરણ નોંધવા માટે સ્મશાનની પાવતી અથવા જન્મની નોંધ અથવા મરણની નોંધ ૨ દિવસમાં કરવાની રહેશે. ત્યારબાદ નિયત ફી લઈ એક માસ સુધી જન્મ-મરણની નોંધ કરી શકાશે. |
| ૦૪ | જન્મ-મરણની નોંધ ફક્ત માણસા નગરપાલિકાની હદમાં થયેલ હોય તેની જ નોંધ કરવામાં આવે છે. | |
| ૦૫ | જન્મની નોંધ અથવા મરણની નોંધ ૨૧ દિવસમાં કરવાની રહેશે. ત્યારબાદ નિયત ફી લઈ એક માસ સુધી જન્મ-મરણની નોંધ કરી શકાશે. | |
| ૦૬ | સરકારશ્રીના હુકમ મુજબ જન્મ-મરણની ગુજરાતી તથા અંગ્રેજી નકલ એક જ ફોર્મમાં ભેગી નકલમાં આપવામાં આવે છે. | |
| ૦૭ | જન્મ-મરણની ગુજરાતી અને અંગ્રેજી નકલ કાઢી આપવા માટે પહેલી નકલ માટે રૂા.૫/- તથા બીજી નકલો વધારે જોઇએ તો નકલ દીઠ રૂા.૩૦/- તથા અજન્ટ જન્મ-મરણની નકલ કાઢી આપવા માટે રૂા.૫૦/- નકલ ફી ભરી મેળવી શકાશે. | |